આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન જાણો સંપૂર્ણ માહિતી

Team India New Captain

ટી20 વર્લ્ડ કપના કેપ્ટન તરીકેની નામ્બિયા સામેની છેલ્લી મેચ પહેલા કોહલીએ જણાવ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી મારે માટે ગૌરવની વાત રહી છે.

કોહલીએ કહ્યું કે મને જે જવાબદારી સોંપાઈ, મેં તેને પાર પાડવાનું કામ કર્યું અને આ મારે માટે ગૌરવનું કામ રહ્યું છે. હવે હું બીજાને સ્થાન આપું તે સમય આવ્યો છે. ટીમ ઈન્ડીયાએ જેવી રીતે કામ કર્યું તેની પર મને ખૂબ માન છે.

ભારતીય ટીમમાં ઘણા લીડર્સ, રોહિતની રમત સારી-કોહલી
હવે સમય આવ્યો છે કે આવનાર ગ્રુપ ટીમને આગળ લઈ જાય. રોહિત શર્મા પણ અહીં છે. હું થોડા સમયથી તેનામાં સારુ જોઈ રહ્યો છું. સાથે ટીમમાં ઘણા લીડર્સ પણ છે, તેથી હવે પછીનો સમય ભારતીય ક્રિકેટ માટે ઘણો મહત્વનો છે.

T- 20 વર્લ્ડ કપના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માના નામની ચર્ચા :
બીસીસીઆઈ ટુર્નામેન્ટ પછી જ નવા ટી-૨૦ ફોર્મેટના કેપ્ટનની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ રેસમાં રોહિત શર્માનું નામ સૌથી આગળ છે. એવા પણ અહેવાલો છે કે વિરાટ કોહલીની વન ડે કેપ્ટન્સી પણ જઈ શકે છે, જેમાં વ્હાઇટ બોલ ફોર્મેટ માટે કેપ્ટન અને વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટ માટે કેપ્ટન તરીકે છે.

T- 20 વર્લ્ડ કપના કેપ્ટન તરીકે કોહલીની છેલ્લી મેચ :

ટી20 વર્લ્ડ કપના કેપ્ટન તરીકે કોહલીની છેલ્લી મેચ છે. ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે આ ફોર્મેટમાં વધુ કેપ્ટનશીપ નહીં કરે. હવે જ્યારે ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી નથી ત્યારે નામિબિયા સામેની આ છેલ્લી મેચ છે. આ કેપ્ટન વિરાટ કોહલીની 50મી ટી-20 મેચ પણ છે.

Join Whatsapp Group Click Hear

કોહલીની ઉપરાંત રવિ શાસ્ત્રીની પણ છેલ્લી મેચ :
વિરાટ કોહલી ઉપરાંત કોચ રવિ શાસ્ત્રીની પણ આ છેલ્લી મેચ છે. ટી-20 વર્લ્ડકપ બાદ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળશે.

5 thoughts on “આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન જાણો સંપૂર્ણ માહિતી

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!