Free Umbrella Scheme Gujarat 2021 / મફત છત્રી યોજના / બાગાયતી યોજના

Gujrata રાજ્યમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. યોજનાઓનો લાભ લઈને નાગરિકો સમાજમાં નાના વ્યવસાય, ધંધા કરીને સન્માનભેળ જીવન જીવી શકે તે મહત્વનો ઉદ્દેશ છે. કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતો, પશુપાલકો, બાગાયતી કે ફળોનું ઉત્પાદન કરતા વેચાણકારો વગેરે માટે પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut દ્વારા ઓનલાઈન ચલાવવામાં આવે છે. આજે આપણે બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Agriculture CO-operation department Of Gujrat દ્વારા ખેડૂત લક્ષી યોજનાઓના ઓનલાઈન અરજીઓ સ્વીકરવાનું ચાલુ થયેલ છે. Bagayati Yojana દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ રજૂ કરવામાં આવતી હોય છે. જેને ધ્યાને લઈને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવવેલ છે. આ મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મફત છત્રી યોજનાનો હેતુ :-

Join Whatsapp Group Click Hear

ગુજરાત રાજ્યના ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે.

• મફત છત્રી યોજનાનો લાભ કોને મળશે :-

1) યોજનાનો લાભ ફળો અને શાકભાજીનું વેચાણકારો મળશે.
2) લાભાર્થીઓ ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
3) અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.
4) નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
5) જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.

• અગત્યની તારીખ :-

– ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ : 15/09/2021 છે.

• અગત્યના ડોક્યુમન્ટ :-

1) આધારકાર્ડની નકલ
2) ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
3) રેશનકાર્ડની ઝેરોક્ષ
4) અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
5) દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
6) સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર

• ફોર્મ કઈ રીતે ભરવું :-

1) લાભાર્થીએ પહેલાં ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
2) જ્યાં https://ikhedut.gujarat.gov.in/ Website Open કરવી.
3) ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
4) યોજના પર ખોલ્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી યોજનાઓ” ખોલવી.
5) “Bagayati Yojana” ખોલ્યા બાદ વિવિધ યોજનાઓ બતાવતી હશે.
6) જેમાં ડ્રેગન ફૂટ, પ્લગ નર્સરી, ફળ અને શાકભાજીના વેચાણકારો માટે મફત છત્રી યોજના વગેરે.
7) જેમાં “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી” પર ક્લિક કરવી.
8) જયાં તમામ સૂચના વાંચવાની રહેશે. ત્યારબાદ “તમે વ્યક્તિગ લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો” તે પસંદ કરવાનું રહેશે.
9) તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે

10) લાભાર્થી દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
11) લાભાર્થી દ્વારા પોતાની મફત છત્રી યોજનાની અરજીની વિગતો ચકાસીને Application Confirm કરવાની રહેશે. Application Confirm થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં. જેની નોંધ લેવી.
12 લાભાર્થી દ્વારા એપ્લિકેશનના આધારે Print મેળવી લેવી.

• ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ :-

1) લાભાર્થી દ્વારા મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ ikhedut portal પરથી પ્રિન્‍ટ લેવાની રહેશે.
2) આ પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરવાની રહેશે.
અરજીમાં માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ જોડાણ કરીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.
3) લાભાર્થી દ્વારા મળેલ Mafat Chhatri Yojana ની અરજી વિગતોની ખરાઈ કરવામાં આવશે. જ્યાં લક્ષ્યાંકની મર્યાદા રહીને જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
4) Umbrella Scheme માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. જ્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે.

• અગત્યની લિંક :-

– ફોર્મ ભરવા માટે : Click Here

– ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે : Click Here

– Application સ્ટેટ્સ જણાવ : Click Here

ગુજરાતના દરેક નાના ધંધા અને વ્યવસાયી લોકો સુધી આ યોજનાની માહિતી જરૂર પહોંચાડજો

One thought on “Free Umbrella Scheme Gujarat 2021 / મફત છત્રી યોજના / બાગાયતી યોજના

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!