
મિત્રો આજે દરેક માણસ પાસે મોબાઈલ (Mobile) અને તેની અંદર સીમ કાર્ડ હોઈ જ છે પરંતુ ઘણી વખત મોબાઈલ ફોન ચોરી થઈ જવાથી અથવા મોબાઈલ પડી જવાના કારણે સીમ કાર્ડ ખોવાઈ જતું હોય છે. એવામાં નવા સીમ કાર્ડની જરૂર પડતી હોય છે. હવે આધાર કાર્ડની મદદથી તમે સરળતાથી સીમ એક્ટિવ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે એક આધાર નંબર થી કેટલા સીમ ખરીદી શકો છો?
એક આધાર કાર્ડ પર કેટલા સીમ લઈ શકો :-
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા કંપનીના જણાવ્યા પ્રમાણે એક આધાર કાર્ડથી 18 સીમ કાર્ડ ઇસ્યુ કરી શકાય છે એટલે કે ખરીદી શકાય છે. જો કે આની પહેલા TRAI કંપનીનાં નિયમ મુજબ ફ્કત 9 સીમકાર્ડ જ ખરીદી શકાતા હતા, પરંતુ હવે આ લિમિટ વધારી દેવામાં આવી છે. એટલે કે હવે 18 સીમ કાર્ડ ( Sim Card) સુધી ખરીદી શકાય છે.
લોકોના બિઝનેસ અને અન્ય જરૂરિયાતોને કારણે આ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
શું તમે જાણો છો તમારા આધાર કાર્ડ ( Adhar Card) સાથે કેટલા મોબાઈલ નંબર લિંક ( Link) છે ?!
આ સાથે, તમારા આધાર નંબર સાથે કેટલા મોબાઈલ નંબર જોડાયેલા છે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપુર્ણ છે. તમારા આધાર નંબર નો કોઈ જગ્યાએ દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને? આધાર કાર્ડ સાથે કેટલા નંબરો જોડાયેલા છે તે જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર લિંક છે તે જાણવા અંગેની પ્રોસેસ:–
1. સૌથી પહેલા તમારે https://uidai.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.
2. ‘My Aadhaar’ માં તમને ‘Aadhaar Services’ નો વિકલ્પ દેખાશે.
3. ‘Aadhaar Services’ માં ‘Aadhaar Authentication History’ વિકલ્પ જોવા મળશે તેના પર કલીક કરો.
• મોદી સરકાર લાવી નવી યોજના, હવે મળશે 10,000 રૂપિયાની લોન|PM Swanidhi Yojana..
4. પછી તે પેજમાં આધાર નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે Send OTP ઉપર કલીક કરો.
5. Send OTP ઉપર કલીક કરવાથી નવું પેજ ખુલશે જેમાં કેટલાક ઓપ્શન જોવા મળશે જેમાં તમારે સૂચના ક્યાં પ્રકારની હિસ્ટ્રી જોવી છે અને ક્યાં સમય સુધીની હિસ્ટ્રી જોવી? તે સેલેક્ટ કરવું પડશે. ત્યારબાદ ઓટીપી (OTP) દાખલ કરી Verify OTP પર કલીક કરવાનું રહેશે.
6. Verify OTP પર કલીક કરશો એટલે જે તે સમયગાળા દરમિયાન તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી જોવા માંગતા હતા તે બતાવશે.
આમ, તમારા આધાર કાર્ડનો ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે કે નઈ તે તમે આવી રીતે જાણી શકો છો.
મિત્રો તમે પણ જાણી લો ક્યાંક તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી કોઈ બીજું તો સીમ કાર્ડ નથી ચલાવતું ને ?
આવી બીજી માહિતી માટે જુઓ www.gujjufact.com અને હા તમારા મિત્રોને Share કરવાનું નહિ ભૂલતા
તમારા માટે ખાસ :-
• કોરોના વેક્સીનેશન સર્ટિફિકેટ મેળવો વોટ્સએપ દ્વારા / Covid Vectination Certificate On WhatsApp
• Secret Android Apps |You Must Try
• North Central Railway Recruitment 2021 | Apply Online For 1664 Vacancy
For my thesis, I consulted a lot of information, read your article made me feel a lot, benefited me a lot from it, thank you for your help. Thanks!