તમારી યાદશક્તિ વધારવા આજે જ કરો આ આયુર્વેદિક ઉપચાર…

આજે લગભગ દરેક બીજા માણસ ને આ પ્રોબ્લેમ હોઈ છે કે વાંચેલું યાદ નથી રહેતું પરંતુ શું કોઈ એવો ઠોસ ઉપાઈ છે જેના વડે વાંચેલી દરેક વસ્તુ યાદ રહી જાય ? આજે અમે તમારા માટે લઈ ને આવ્યા છીએ એવા થોડા ઉપાયો જેનાથી તમે તમારી યાદશક્તિ માં જરૂર વધારો કરી શકશો.

સ્મૃતિ ભ્રંશ એટલે કે ભૂલવાની બીમારી આ એક ખુબજ ગંભીર સમસ્યા છે જે ખૂબ પરેશાન કરી શકે છે. આ સમસ્યા મોટાભાગે વૃદ્ધોમાં થાય છે. આ યુગમાં તણાવ અને ટેનશન એટલું વધી ગયું છે કે યુવાનો પણ તેનાથી પ્રભાવિત થઈ ગયા છે. આ કારણોસર, ઘણી નાની નાની વસ્તુઓ ભૂલાઈ જાય છે. વાંચેલું યાદ નથી રહેતું કે કોઈ વસ્તુ ભૂલી જવું , આજના આ આધુનિક યુગમાં માનસિક રીતે સ્વસ્થ (Menal Health) રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાંચેલું ભૂલી જવાનું મુખ્ય કારણ એકાગ્રતાનો અભાવ હોઈ શકે છે. આ માટે અને તમને કેટલાક આયુર્વેદિક અને ઘરેલું ઉપાય બતાવીશું

પુરુષોએ પોતાની સ્ટેમીના વધારવા આ વસ્તુ એક વાર જરૂર ટ્રાય કરવી જ જોઈએ

Join Whatsapp Group Click Hear

બ્રાહ્મી

બ્રાહ્મી (Brahmi) એક પ્રાચીન જડીબુટ્ટી જુરી છે. જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે. તે હજારો વર્ષોથી દવામાં વપરાય છે.બ્રાહ્મી મગજના કાર્યને વધારવાનું કામ કરે છે. આ તણાવ અને અસ્વસ્થતામાંથી રાહત આપે છે. તે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે. તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. બ્રાહ્મીનું સેવન કરવાથી સ્મૃતિ, મન અને એકાગ્રતામાં વધારો થાય છે. તે યાદશક્તિને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. દૂધ અને પાણી સાથે મેળવીને બ્રાહ્મી પાવડર પીવાથી ઘણા લાભ થાય છે. તે મનને તેજ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

શંખપૂષ્પી

શંખપૂષ્પીને હળવા ગરમ પાણીમાં ચમચી મેળવીને નિયમિતપણે નિયમિતપણે કરવાથી ઘણા લાભ થાય છે. આ આયુર્વેદિક ચિકિત્સામાં મૂલ્યવાન ઔષધી છે. તેનો ઉપયોગ મનને શાંત કરવા અને યાદશક્તિ વધારવા માટે થાય છે. તે તાણ અને અસ્વસ્થતા ઘટાડવાનું કામ કરે છે.

અશ્વગંધા

અશ્વગંધા પણ એક પ્રાચીન અને પરંપરાગત ઔષધીય વનસ્પતિ છે. તે વર્ષોથી દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. શારીરિક બિમારીઓને દૂર કરવાની સાથે તે માનસિક સ્વાસ્થ્યને પણ ઠીક રાખે છે. અશ્વગંધા માનસિક અને શારીરિક તાણ બંને ઘટાડવાનું કામ કરે છે. અશ્વગંધા મગજમાં ઓક્સિડેટીવ તાણ ઘટાડવા માટે જાણીતી છે. તે માત્ર યાદશક્તિમાં વધારા સાથે મગજના રોગોનું જોખમ ઘટાડવાનું પણ કામ કરે છે. તમે તેને દૂધ, પાણી, મધ અથવા ઘી સાથે ભેળવીને પી શકો છો.

તુલસી

તુલસીને (Tulsi) અન્ય ઔષધિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલસી આયુર્વેદમાં તેના સ્વાસ્થ્ય લાભ માટે જાણીતી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીબાયોટીક, એન્ટિ-વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણધર્મો હોય છે. જેનાથી આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે તે કામ કરે છે. તે યાદશક્તિ અને એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે. આ માટે તમારે 5 થી 10 તુલસીના પાન, 5 બદામ, 5 કાળા મરી અને મધ મેળવીને મેળવી પીવાની જરૂર છો.

ધ્યાન

નિયમિત ધ્યાન (Meditation) તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. ધ્યાન મનને શાંત કરવા માટે જાણીતું છે. ધ્યાન તણાવ ઘટાડે છે. આ એકાગ્રતા વિકસાવવા માટે પણ કરવામાં આવે છે.

આવી બીજી માહિતી માટે અમારી વેબ સાઈટ www. gujjufact.com Visit કરો

આ પણ વાંચો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 55 જગ્યા પર ભરતી

• SSC દ્વારા 25271 કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી જાહેર – 2021

2 thoughts on “તમારી યાદશક્તિ વધારવા આજે જ કરો આ આયુર્વેદિક ઉપચાર…

  1. You should consult a healthcare professional before using cannabis if you take any prescriptions or supplements but especially if you take Coumadin, Plavix, Tamoxifen, Xyrem, and some immunotherapies reddit where buy priligy The Federal Courts Improvement Act of 1982, Pub

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!